02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 11000 વોલ્ટનો કરંટ લાગ્યા પછી કાપવો પડ્યો માસૂમનો હાથ, પાવરકોમના ભ્રષ્ટ અધિકારીઓના પાપે કરી માસૂમના સપનાની હત્યા

11000 વોલ્ટનો કરંટ લાગ્યા પછી કાપવો પડ્યો માસૂમનો હાથ, પાવરકોમના ભ્રષ્ટ અધિકારીઓના પાપે કરી માસૂમના સપનાની હત્યા   18/08/2018

લુધિયાણાઃ શનિવારે હોસ્પિટલમાં દાખલ 11 વર્ષની માસૂમ જ્યારે ભાનમાં આવી તો તેનો એક હાથ કપાઈ ચૂક્યો હતો. માતાને વળગીને રડતાં-રડતાં માત્ર એક જ વાત કહેતી રહી- મા જ્યારે હોસ્પિટલ લઈને આવે છે, ડોક્ટર અંકલ મારું એક અંગ કાપી લે છે. કેવી રીતે જીવતી રહીશ. દીકરીના આ સવાલનો મા-બાપની પાસે કોઈ જવાબ નથી હોતો. માતાએ કહ્યું- ભગવાને મારી દીકરીને આ કેવી સજા આપી છે. ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈએ 11000 વોલ્ટનો આંચકો આવ્યા બાદ 11 વર્ષની બાળકીનો શનિવારે એક હાથ કાપવો પડ્યો. નગર નિગમ અને પાવરકોમે તેને જીવતે જીવત મારી નાખી. કારણ કે નિગમે હાઇટેન્શન વાયરોની નીચે ગેરકાયદેસર રીતે બિલ્ડિંગો બનવા દીધી અને પાવરકોમે છત-દિવાલોને અડીને પસાર થતી એચટી લાઇનોને લઈને કોઈ પગલાં ન ભર્યા. 15 ઓગસ્ટે ગુનગુન જેવા અનેક બાળકો કલરફુલ ડ્રેસ પહેરીને કાર્યક્રમમાં ડાન્સ કરી રહ્યા હતા. ગુનગુનને પણ ડાન્સનો ખૂબ જ શોખ હતો. હવે તેનું સપનું કદાચ જ પૂરું થઈ શકશે.

 

- ભ્રષ્ટ વ્યવસ્થાએ તેના સપનાની હત્યા કરી દીધી. જ્યાં દુર્ઘટના થઈ, ત્યાં દુકાનની ઉપર બનાવેલી ગેરકાયદેસર બિલ્ડિંગમાં ભાડે ચાલતા ડાન્સ ક્લાસમાં તે પ્રેક્ટિસ કરવા જતી હતી. દુર્ઘટનામાં ગુનગુનની બહેનપણી 12 વર્ષીય ઇશ્મીત કૌરનું મોત થયું હતું.
- જ્યારે ઇશ્મીતને કરન્ટ લાગ્યો તો ગુનગુને બહાદુરીથી તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પગ પકડીને ઇશ્મીતને ખેંચવા લાગી તો તેને પણ કરન્ટનો જોરદાર ઝટકો લાગ્યો. જીટીબી હોસ્પિટલમાં ઈલાજ ચાલ્યો, પરંતુ ડાબા હાથની એક આંગળી-અંગૂઠો અને બંને પગોની પાંચ આંગળીઓ કાપવી પડી હતી. ત્યારબાદ આશા હતી કે તે ઠીક થઈ જશે પરંતુ જમણા હાથની બાકી આંગળીઓ પણ કાળી પડી ગઈ.
- એક દિવસ અચાનક લોહી નિકળવા લાગ્યું. પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો તો ડોક્ટર્સે તપાસ બાદ જાણ્યું કે ઇન્ફેક્શન ફેલાવવાનો ખતરો છે અને બાળકીનો જીવ બચાવવા હાથ કાપવો પડ્યો.

 

 
 
- પહેલા 1 ઓગસ્ટે હોસ્પિટલથી રજા મળ્યા બાદ ગુનગુન નોર્મલ થવા લાગી હતી. ઘર-પરિવાર, બાળકો-મિત્રોની વચ્ચે તે ભયાનક ઘટનાને લગભગ ભૂલી ગઈ હતી. પરંતુ હવે હાલત વધુ ખરાબ છે. માતા સાથે ઝગડે છે. રડે છે- મારો કાથ કેમ કાપી નંખાવ્યો. મારા હાથ-પગ કપાવવા હોસ્પિટલ લાવો છો?
- ઓપરેશન બાદ ભાન આવ્યું તો કપાયેલો હાથ જોઈ તે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી. માતા-પિતા બાળકીની હાલત ન જોઈ શકતા. તેમનું માત્ર એટલું દર્દ છે- બીજાના ભૂલની સજા તેમની બાળકીને કેમ મળી?
- ઓપરેશન કરનારા ડોક્ટર ઈશ કુમારે કહ્યું, ડાબા હાથથી જ શરીરમાં કરન્ટ ગયો હતો, એટલા માટે આ ભાગ વધુ ડેમેજ થયો. અંતે હાથ કાપવો પડ્યો. હવે બાળકી ખતરાથી બહાર છે.

Tags :