ડીસાના લારી-ગલ્લાધારકો દ્વારા દબાણ મુદ્દે આવેદનપત્ર અપાયું

 
 
 
             બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી હતી ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ડીસા નગરપાલિક દ્વારા ડીસા પોલીસ સ્ટાફને સાથે રાખે હાઈ-વે પરના તમામ અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ તમામ લારી ગલ્લાવાળાઓ ભેગા થઈ અને પોતાને ધંધો કરવા માટે નગરપાલિકા યોગ્ય જગ્યા ફાળવી આપે તેવી માંગ સાથે ડીસા નગરપાલિકા, નાયબ કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે.અત્યારે વાત કરવામાં આવે ડીસા શહેરની તો ડીસા શહેર માં છેલ્લા કેટલાય સમય થી ટ્રાફિકની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની હતી. ડીસાના જલારામ મંદિર, દિપક હોટલ, રાજમંદિર સર્કલ અને ગાયત્રી મંદિર પાસે સાઈડ રોડ પર કરવામાં આવેલ દબાણોના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ઉભું રહેવું પડતું હતું જે બાબતે સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર રજુવાત કરવામાં આવી હતી જેને ધ્યાને રાખી ડીસા નગરપાલિકા એ ડીસા પોલીસને સાથે રાખી ડીસા શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષ થી ફૂટપાથ પર ધંધો કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોનું નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવતા આજરોજ આ લારી-ગલ્લાવાળાઓ  ત્યારે આજરોજ તમામ લારી ગલ્લાવાળાઓ ભેગા થઈ અને પોતાને ધંધો કરવા માટે નગરપાલિકા યોગ્ય જગ્યા ફાળવી આપે તેવી માંગ સાથે ડીસા નગરપાલિકા, નાયબ કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.