શામળાજી ચેક પોસ્ટ બેરીકેટ તોડી કોન્સ્ટેબલને ઈજાગ્રસ્ત કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ગાંધીનગરમા આજે વહેલી સવારે અરવલ્લી જીલ્લાનીઓ રાજસ્થાન તરફ રેહલી શામળાજી ચેક પોસ્ટ પર બનેલી ઘટનામાં એક પોલીસ કર્મીને ઈજા પહોંચી છે, ચેક પોસ્ટ ઓળંગીને બેરીકેટ તોડી નાસવા ફરતા આરોપી અને ચાલકની પોલીસે ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે.
 
આ બનાવ અરવલ્લી જીલ્લાના શામળાજી ચેક પોસ્ટ પાસે બન્યો હતો જેમાં જીલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી સમયે ફરજ પર હાજર પોલીસ કર્મી પર પર હુમલો કરવામાં આવ્યો છે.
 
આજે સવારે અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા એક ગાડીને ચેકિંગ માટે રોકતા આરોપી ગાડીને રોંગ સાઈડથી હંકારીને રોંગ સાઈડથી RTO ચેક પોસ્ટ ક્રોસ કરી દીધી હતી. આ ગાડી બાબતે RTO ચેકપોસ્ટે જીલ્લા પોલીસને જાણ કરતાં જીલ્લા પોલીસ ચેકપોસ્ટ આગળ પોલીસે બેરીકેટ મૂકી દીધા હતા. જેવી ગાડી આ ચેચ્ક પોસ્ટ પર આવી, ચાલકે આ ગાડીથી બેરીકેટ બાઉન્ડ્રી તોડવાનો પ્રયત્ન કર્યો અને ગાડી હંકારી જેથી ચેક પોસ્ટ પર ઉભેલા પોલીસ કર્મી જીતેન્દ્ર ડામોરને ઈજા પહોંચી હતી. બેરીકેટ સાથે અથડાયેલી ગાડી સાથે પોલીસે આરોપી ઓમપ્રકાશ અને ચાલકની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી. વેહલી સવારે બનેલી આ ઘટનામાં પોલીસે ગાડીને પણ જપ્ત કરી લીધી છે.
 
જીલ્લા પોલીસ અધિક્ષક, મયુર પાટીલે જણાવ્યું હતું કે, "રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલા એક ગાડીને પોલીસે શામળાજી ચેક પોસ્ટ પર ધરપકડ કરી છે. આ આરોપી ઓમપ્રકાશ ને પહેલા રતનપુર- RTO ચેક પોસ્ટ પર રોકવાનો જે ટ્રાય કર્યો જેમાં તે રોંગ સાઈડથી અંદર ઘુસ્યો હતો અને RTO પોલીસેને જાણ કરી હતી જેમાં ચેક પોસ્ટ પર બેરીકેટ મૂકી દીધા હતા. જેમાં આ ગાડીના ચાલકે બેરીકેટ પર ગાડી હંકારી દેતા ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ડામોરને ઈજા પહોંચી હતી. પોલીસે ચાલક, આરોપી ઓમપ્રકાશની ધરપકડ કરી છે અને વરના ગાડીને જપ્ત કરી લીધી છે."
 
ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ડામોરને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ રેંજ જીલ્લા પોલીસ વડા સ્થળ ઉપર છે અને રેંજ આઈજી પણ શામળાજી ચેક પોસ્ટ પર પહોંચ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.