ખાખીનો ખૌફ દાવ પર: બાપલામાં હંગામી પોલીસચોકીને આગચંપી

ધાનેરા બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી ટાણે જ અસામાજિક તત્વોએ માથું ઉચકતા પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.બનાસકાંઠાના ધાનેરા ખાતે બુધવારે રાત્રે પટેલ યુવકની હત્યાના મામલે ઉહાપોહ સર્જાયા બાદ ગતરોજ આ ખૂનકેસનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસ સફળ રહેતા મૃતકના પરિવારજનોએ લાશનો કબજો મેળવી લેતા પોલીસે હાશકરો અનુભવ્યો હતો.જોકે ગત રોજ બનેલી વધુ એક ચોકવનારી ઘટનામાં કોઈ તોફાની તત્વોએ હંગામી પોલીસ ચોકીને જ સળગાવી મારી પોલીસને પણ ચોંકાવી દીધી છે.
    બનાસકાંઠા જિલ્લામાં વકરી રહેલા અસામાજિક તત્વોના આતંક વચ્ચે ગતરોજ ધાનેરા તાલુકાના  બાપલા ખાતેની હંગામી પોલીસ ચોકીના તંબૂને કોઈ અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં ચકચાર મચી ગઈ છે. અસામાજિક તત્વો પોલીસ પર ભારે પડી રહ્યા હોવાની પ્રતીતિ કરાવતી આ ચોંકાવનારી ઘટનામાં કોઈ અજાણ્યા શખ્સોએ ખાખી વરદીને જ નિશાન બનાવી ધાનેરા તાલુકાના બાપલા ગામ ખાતે કાર્યરત હંગામી પોલીસ ચોકીના તંબુને આંગ ચાંપી દીધી હતી.પોલીસ ચોકીને સળગાવી દેવાની આ ઘટનાથી પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઇ છે. કોઈ સ્થાનિક પોલીસકર્મીના ત્રાસથી અકળાયેલ લોકોએ જઆ પોલીસ ચોકી સળગાવી હોવાનું અનુમાન પણ વ્યક્ત થઈ રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે બાપલા ખાતેની પોલીસ ચોકીને આગ ચાંપવાની ઘટના બીજી વાર સામે આવી છે.આ ઘટનામાં લોકસભાની ચુંટણી માટે મુકવામાં આવેલ હોમગાર્ડ જવાનોની ચોકીનો ટેન્ટ સળગાવી દેવાતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે અને આવી હરકતો આચરતાં તત્વો સામે પોલીસ કડક હાથે કામ લે તે ઇચ્છનીય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.