02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / ત્રિચી એરપોર્ટ પર Air indiaનાં વિમાનની દીવાલ સાથે ટક્કર, ૧૩૬ યાત્રીનો આબાદ બચાવ

ત્રિચી એરપોર્ટ પર Air indiaનાં વિમાનની દીવાલ સાથે ટક્કર, ૧૩૬ યાત્રીનો આબાદ બચાવ   12/10/2018

વત્રિચીથી દુબઇ આવી રહેલી એર ઇન્ડિયાની ફલાઇટ સાથે એક દુર્ઘટના થતાં થતાં બચી. આ ફલાઇટ રન-વેથી ટેકઓફ કર્યા બાદ એરપોર્ટ કમ્પાઉન્ડની ઇમારતો અને દીવાલો સાથે ટકરાઇ ગઇ. આ વિમાનમાં ૧૩૬ લોકો સવાર હતાં. ટેક ઓફ કરતી વખતે વિમાનની ટેક ઓફ વ્હીલ ઘણી બધી ઇમારતો સાથે ટકરાયું. આ ફ્લાઇટ બાદમાં મુંબઇમાં સુર‌ક્ષિત લેન્ડ કરાઇ. આ ઘટના ગુરુવારની છે.

 
વિમાન મુંબઇ ઊતર્યું ત્યારબાદ એરપોર્ટ ‌અધિકારીઓ ઘટનાની અને પરિસ્થિતિની સમીક્ષા કરી. વિમાન સાથે ઘટેલી આ દુર્ઘના બાદ તેનો રૂટ બદલી મુંબઇ તરફ કરાયો, જેથી વિમાનની તપાસ કરી શકાય. જાણકારી મુજબ આ ટક્કર સાથે વિમાનના નીચલા ભાગને નુકસાન પહોંચ્યું છે.
 
આ વિમાન ટેકઓફ કરતી વખતે ત્રિચી એરપોર્ટના કમ્પાઉન્ડમાં ઘણી બધી દીવાલો સાથે ટકરાયું. આ ટક્કર એટલી જોરદાર હતી તેનાથી ત્રિચી એરપોર્ટની દીવાલો પણ તૂટી ગઇ. સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકઓફ વખતે એર ઇન્ડિયાનું આ વિમાન રન-વે અને એર ટ્રાફિક લેવલની ઘણી દીવાલો સાથે ટકરાયું. ઘટના બાદ તામિલનાડુના પર્યટન પ્રધાન વેલામાંડી એન. નટરાજ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં.
 
વેલામાંડીએ જણાવ્યું કે દુબઇ જઇ રહેલી ફ્લાઇટનું ટેકઓફ ‌વ્હીલ ઘણી દીવાલ સાથે ટકરાઇ ગયું. વિમાનમાં સવાર લોકો સુર‌ક્ષિત મુંબઇ પહોંચી ગયા અહીંના એરપોર્ટના અધિકારીઓ આ ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે. એરપોર્ટને યોગ્ય કરવા માટે જરૂરી પગલાં ભરવામાં આવ્યાં છે.
 
આ ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે જો ટક્કરથી વિમાનના ટેકઓફ વ્હીલને નુકસાન પહોંચ્યું હોત તો તે ફરી વખત ખૂલી ન શકત અને તેના લેન્ડિંગમાં પરેશાની આવત. આવી પરિસ્થિતિમાં ‌િવમાન સમુદ્રમાં પણ ઉતારવામાં આવતું હોય છે.

Tags :