કાંકરેજની શાળાઓમાં પાઠ્ય પુસ્તકોની અછત વચ્ચે અપડાઉનીયા શિક્ષકોથી કથળતુ શિક્ષણ

થરા : બનાસકાંઠા જીલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકામાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, બાળમેળા, શિક્ષક સજ્જતા તાલીમો, એચ.ટાટ ટેટ પાસ આચાર્ય શિક્ષકો અદ્યતન સુવિધા સજ્જ વર્ગ ખંડો, મફત પાઠ્ય પુસ્તકો, શિક્ષણના મોનીટરીંગ માટે ટીપીઓના હાથ નીચે બીટકેળવણી નિરીક્ષકો, બી.આર.સી. સી.આર.સી.ની આખી ફૌજ છતાં વાંચન લેખન ગણનમાં પ્રાથમિક શિક્ષણનું સીટ સુધરવાના બદલે સતત કથળી રહ્યું છે. જેમાં કેટલાક શિક્ષણ વૃંદોનો એવો મત છે કે ઝાઝી સુયાણી વેતર બગડે જેવા હાલ છે. કોણ કોને કહે એક બીજા પર આક્ષેપ બાજી ઉચ્ચકક્ષાએ અમારા સુચન પગલા નો અમલ નથી થતો તેવો આક્રોશ સાંભળવા મળે છે.
કાંકરેજ તાલુકામાં ધો.૧ થી ૮ ની પ્રાથમિક શાળાઓમાં હજુ પાઠ્ય પુસ્તકો પુરતાં પહોચ્યા નથી. જેના કારણે બાળકોને શિક્ષણ આપી  શકતુ નથી. તેઓ સુર સાંભળવા મળ્યો તો કેટલાક સ્વનિર્ભર ખાનગી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના દફતરોમાં સરકારી “મફત પાઠ્ય પુસ્તકો” જાવા મળ્યાં ત્યાં કઈ રીતે પહોચ્યા એ પ્રશ્ન હતો ? અપડાઉન કરતા આચાર્ય - શિક્ષકો અન્ય તાલુકામાં “મફતના સરકારી” પાઠ્ય પુસ્તકો લઈ જતા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે તો બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં ફી નું ધોરણ શું ? તે બાબતે ક્યાંય બોર્ડ લગાવેલ ન હોવાથી વાલીઓ ખુલ્લેઆમ લુંટાઈ રહ્યા છે. ટી.પી.ઓ. બીટ કેળવણી નિરીક્ષકો બી.આર.સી. સી.આર.સી. પાઠ્ય પુસ્તકો અપડાઉન કરતા શિક્ષકો વાલીઓ પાસેથી ઉઘરાવાતી ફી અને ચાલુ શાળાએ બીડી - તમાકુ ચાની ચુસ્કી વિદ્યાર્થીઓ સામે મારતા શિક્ષકોની તપાસ થશે ? કાંકરેજ તાલુકામાં કેટલીક શાળાઓમાં ‘મદીરા’ માં મસ્ત બનીને શિક્ષકો આવે છે ેજની સામે આચાર્ય પણ લાચાર હોય છે તો કેટલાક શિક્ષક આચાર્યો જીલ્લા તાલુકા કક્ષાએ બિન જરૂરી આંટાફેરા કરી શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે. ઓનલાઈન શિક્ષક - વિદ્યાર્થીઓની હાજરીમાં પણ મોટા ગોટાળા જાવા મળે છે તો કેટલીક પ્રાથમિક શાળાના શિક્ષકો ખુલ્લે આમ ટ્યુશનની હાટડીઓ ચલાવી રહ્યા છે. અપડાઉન ટ્યુશન વ્યસનની બદીમાં કેટલાક સાઈડ બીઝનેશમાં આચાર્યો શિક્ષકોને સી.આર.સી.ઓ. મસ્ત રહે છે. ત્યારે ‘લોકો’ કહે છે માસ્તરો ભણાવતા નથી અમારા છોકરાને વાંચતા લખતા ક્યાંથી આવડે ? ટીપીઓ સાચી તપાસ કરશે કે પછી ભલા તોરી રામા ભલા મોરી રામા જેવું.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.