લલિત વસોયાના ગઢમાં ગાબડું: ધોરાજી નગર પાલિકાના કોંગ્રેસના 7 સભ્યોએ ભાજપ સાથે હાલ મિલાવ્યો

રાજકોટ: ધોરાજી ધારાસભ્ય લલિત વસોયા સહિત કોંગ્રેસના નેતાઓ ગઈકાલે હાર્દિક પટેલને ઉપવાસની મંજૂરી આપવાની રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. દરમિયાન ધોરાજી નગરપાલિકાની યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના કુલ 7 સભ્યોએ બળવો કરી ભાજપ સાથે હાથ મિલાવી લેતા વસોયાના ગઢમાં ગાબડું પડ્યું છે. નગરપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્પષ્ટ બહુમતી ધરાવનાર કોગ્રેસના 22 સભ્યમાંથી 7 સભ્યો ભાજપમાં ચાલ્યા જતા કોંગ્રેસ લઘુમતીમાં મૂકાઇ છે.

ધોરાજી પાલિકામાં સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસના કુલ 22 સભ્ય છે. જયારે ભાજપના માત્ર 14 સભ્યો છે. મંગળવારે નગરપાલિકા ટાઉનહોલ ખાતે પ્રમુખ દામજીભાઇ ભાસા અને ચીફ ઓફિસર જાડેજાના પ્રમુખ સ્થાને સાધારણ સભા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના 7 સભ્યોએ ભાજપ સાથે હાથ મિલાવી લઈ ભાજપના 14 સભ્ય સાથે મળી સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવા મુદ્દે વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રમુખ ડી.એલ.ભાસા વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકાતા આ મામલો હાઈકોર્ટમાં ગયો હતો. જે હાલ પેન્ડીંગ છે. ત્યારે કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.