કચ્છઃ બાવળના લાકડાના ગેરકાયદેસર જથ્થા સાથે ૧૧ની અટકાયત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પશ્ચિમ કચ્છ વનવિભાગે ભૂજમાંથી ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા ૧૧ શખ્સોને ૧૫ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે. વનવિભાગે ગુપ્ત ઓપરેશન કરી ભુજમાંથી બાતમીના આધારે ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી કરતા ૬ વાહનો સાથે ૧૧ શખ્સોને પકડી પાડયા છે. ૧૦ વાહનો ગેરકાયદે લાકડા ભરીને પસાર થતા હોવાની બાતમીના આધારે વનવિભાગ દ્વારા જુદી જુદી ૨ ટિમો બનાવી વોચ રાખવામાં આવી હતી. ત્યારે ગેરકાયદેસર બાવળના લાકડા ભરેલા ૬ વાહનો પસાર થતા ચેકીંગ કરાયું હતું.
 
જેમાં લાકડાના કોઈ આધાર પુરાવા ના હોતા વન વિભાગ દ્વારા માલ કબ્જે લઈ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.જેમાં ૪ બોલેરો,૨ ટ્રક સાથે ૧૧ ડ્રાઇવર,કેરિયરની ધરપકડ કરાઈ છે. વનવિભાગને જોઈ આરોપીઓ ભાગવાની ફિરાકમાં હતા. છતાં તેઓને પકડી પડાયા હતા પ્રાથમિક પૂછતાછમાં આ બાવળના લાકડા બન્ની વિસ્તારના જુદા જુદા ગામોમાંથી ગેરકાયદેસર કાપી એકઠા કરેલા હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે ૧૫ લાખ ૫૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.તમામ આરોપીઓને વનવિભાગ દ્વારા રિકન્ટ્રકસન કરાવવામાં આવશે લાકડા ક્યાંથી મેળવવામાં આવ્યા કયા મોકલવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.