સાવધાન...‘થર્ટી ફસ્ટ’ની ઉજવણી ઉપર પોલીસની બાજ નજર

 
 
 
                       બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાતમાં પાશ્ચાત્ય દેશોના તહેવારોની પણ ધામધૂમથી ઉજવણી થવા લાગી છે. તેમાં પણ થર્ટી ફસ્ટ એટલે કે ૩૧મી ડીસેમ્બરની ઉજવણીનું ખાસ કરીને યુવાનોને ઘેલુ રહે છે. જેની ઉજવણીમાં શરાબની છોળો ઉડે છે. પરંતુ આ વખતે જિલ્લા પોલીસે આ ઉજવણી સામે લાલ આંખ કરી છે તેથી ઉજવણી પહેલા જિલ્લાની ચેક પોસ્ટો ઉપર સઘન ચેકીંગ પણ શરૂ કરી દીધું છે.
થર્ટી ફ્રસ્ટની ઉજવણી દારૂ વગર અધૂરી ગણાયછે તેથી જિલ્લામાં ઠેરઠેર મહેફિલો મંડાય છે. જેના કારણે દારૂબંધીના ધજાગરા ઉડવા સાથે અન્ય ગુનાઓ પણ બનવા પામે છે. જિલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે. જેથી જિલ્લાના હાઈવે અને અંતરિયાળ માર્ગો ઉપરથી વાહનો દ્વારા વિદેશી દારૂ રાજ્યભરમાં ઠલવાય છે. તેને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા સંદીપ સાંગલે દ્વારા અત્યારથી જ ચેક પોસ્ટો ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનો સાથે મુસાફરોનું સઘન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, ૩૦ અને ૩૧ ડીસેમ્બરના રોજ વધારાની ચાર ચેક પોસ્ટ પણ ચકાસણી માટે ઉભી કરાનાર છે એ સિવાય જિલ્લાની એસ.ઓ.જી., એલ.સી.બી.સહીતની પોલીસની વિવિધ ટીમો  બનાવાઈ છે. જેવો ગુપ્ત રાહે હોટલ, ઢાબા, ફાર્મ, હાઉસ અન ગુપ્ત સ્થળે થતી મહેફિલો ઉપર બાજ નજર રાખશે. જેમાં દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરનારાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.