બનાસકાંઠાનું એક એવું ગામ જ્યાં ર૦૦ વર્ષથી હોળી પ્રગટાવાતી નથી

 
 
 
 
 
                             સમગ્ર દેશમાં જ્યાં હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી ઉલ્લાસ સાથે હોળીના પર્વ ઉજવણી કરતાં હોય છે. ત્યારે ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા ઘણાં વરસોથી લોકો હોળીનો પર્વ ઉજવતાં નથી. આજથી ર૦૦ વર્ષ પહેલા રામસણ ગામમા અનેક જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવતી હતી. પરંતુ વરસો પહેલા જ હોળી પ્રગટાવતાં ગામમાં ભયંકર આગ લાગી હતી. અને તે આગમાં ગામના અનેક ઘરો બળીને રાખ થઈ ગયા હતા. ત્યારબાદ ફરી બે વાર હોળી મનાવવામાં આવી હતી, ત્યારે પણ ફરી ગામમાં મોટી આગ લાગી હતી. આમ, જ્યારે જ્યારે ગ્રામજનોએ આ ગામમાં હોળી પ્રગટાવી છે. ત્યારે ત્યારે ગામમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ છે. ત્રણ - ત્રણ વખત હોલીકા દહન કરવાથી ગામમાં ભયંકર આગ લાગી હોવાથી ગ્રામજનો બસ્સો વરસોથી હોળીકાદહન કરતાં નથી. 
અસત્ય પર સત્યની જીતના પ્રતિક સમાન હોળીના આ પર્વમાં હોળીકા દહનનું વિશેષ મહત્વ છે. રાજા હિરણ્ય કશ્યપે પોતાની બહેન હોળીકાને અમર ચુંદડી ઓઢાડી પ્રહલાદ સાથે આગમાં બેસાડી પ્રહલાદની હત્યા કરવાનો કારસો ઘડ્યો. આગમાં બેસતાની સાથે જ હોળીકાની અમરચુંદડી પ્રહલાદ પર આવી ગઈ આમ, પ્રહલાદ આગથી બચી ગયો અને તેની જગ્યાએ હોળીકાનું દહન થઈ ગયું અસત્ય પર સત્યની જીત થતાં આ દિવસને હોળીકા દહનના પર્વ તરીકે ભારતભરમાં ઉજવવામાં 
આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.