મોદી સરકાર સામે એકજુથ થવા નિકળેલા વિપક્ષના નેતાઓની સોરેનના સમારોહમાં ખુલી ગઈ પોલ

ઝારખંડ મુક્તિ મોરચા(JMM)પ્રમુખ હેમંત સોરેને રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતાં. સોરેન ૨૦૧૩ બાદ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ઝારખંડના ૧૧મા સીએમ સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સાથે જ પ્રશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ શામેલ થયા હતાં.આ સમારોહમાં ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીના મહાસચિવ ડી રાજા અને અતુલ અંજાન, ડીએમકે નેતા એમ કે સ્ટાલિન પણ શામેલ થયા હતાં. જોકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, એનસીપી પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શપથ ગ્રહણ સમારોહમાં પણ શામેલ થયા હતાં.જોકે એક અહેવાલ પ્રમાણે હેમંત શોરેનના શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થનારા તમામ વિપક્ષી નેતાઓ પાસે ના માત્ર નવનિર્વાચીત મુખ્યમંત્રી સાથે એકજુથતા વ્યક્ત કરવાની આશા હતી અને વિરોધ પક્ષ વચ્ચે એકતા દેખાડવાનો પણ અવશર હતો. પરંતુ શપથ ગ્રહણમાં શામેલ થનારા નેતાઓ સમારોહ બાદ રાંચી પાછા જવાની ખુબ જ ઉતાવળમાં હોય તેમ સ્પષ્ટ જણાતુ હતું.સમારોહ બાદ તુરંત જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ દિલ્હી રવાના થવા તુરંત જ નિકળી ગયા. તો બીજી બાજુ ડીએમકેના એમકે સ્ટાલીન, ટીઆર બાલૂ અને એમ કનિમોઝી કે જેમણે ચેન્નઈથી આવવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરાવી હતી તેઓ પણ તુરંત જ પાછા ફર્યા હતાં.શપથ ગ્રહણ સમારોહ બાદ ઘણા નેતાતો ચા પીવા પણ રોકાયા નહોતા. વિરોધ પક્ષના નેતાઓમાં માત્ર સીપીઆઈના નેતા ડી રાજા અને એનસીપીના વરિષ્ઠ નેતા શરદ યાદવ જ થોડી વાર માટે રોકયા હતાં.  ખાસ વાત તો એ હતી કે આ નેતાઓ વચ્ચે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં તેમની ભૂમિકાને લઈને પણ કોઈ જ ચર્ચા થઈ નહોતી. આમ ભાજપ અને મોદી સરકાર સામે એકજુથતા દેખાડવા એક જ મંચ પર ભેગા થયેલા વિરોધ પક્ષોમાં જ કેટલી એકતા છે તે ખુલીને સામે આવી ગયું છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.