અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ પર એસીબીના સર્ચ ઓપરેશનથી ફફડાટ

 અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ પર એસીબીના સર્ચ ઓપરેશનથી ફફડાટ
 
 
 
 
પ્રતિનિધિ અમીરગઢ 
ગેરરીતિઓ માટે કુખ્યાત બની ગયેલી બનાસકાંઠાની અમીરગઢ આર.ટી.ઓ ચેકપોસ્ટ પર ગતરોજ રાજકોટની એ.સી.બી. ટીમે  ત્રાટકી વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરતા સ્થાનિક અધિકારી ઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે મોડી સાંજ સુધી ચાલેલી આ કાર્યવાહીની સફળતા-નિષ્ફળતા અંગે કોઈ જ વિગતો જાહેર કરવાનો તપાસટીમે ધરાર ઇન્કાર કરી દીધો હતો.
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ આર.ટી. ઓ ચેકપોસ્ટ પર ભ્રષ્ટચાર આચરતો હોવાની વ્યાપક ફરિયાદોના પગલે ગુરુવારે વહેલી સવારે રાજકોટની એ.સી.બી. ટીમે અમીરગઢ ચેકપોસ્ટ પર દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. વહેલી સવારે જ ચેકપોસ્ટ પર ત્રાટકેલી આ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરાતા અમીર ગઢ આરટીઓ ચેકપોસ્ટના અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.ગુરુવારે  મોડે સુધી અમીરગઢ ચેકપોસ્ટ પર એસીબી ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. જોકે તપાસ ટીમે આ ઓપરેશનની કોઈ જ વિગતો જાહેર કરી નથી.
ઉલ્લેખનિય છે કે અમીરગઢ આર.ટી.ઓ ચેકપોસ્ટ પર મોટા પ્રમાણમાં ગેરરીતિઓ આચરાતી  હોવાની ફરિયાદો ઉઠતા એ.સી.બી. ટીમે ગતરોજ દરોડા પાડયા હતા પરંતુ આ દરોડામાં સામેલ એસીબી અધિકારીઓએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું જેથી આ દરોડાની કોઈ  સત્તાવાર વિગતો જાણી શકાઇ નથી પરંતુ આ દરોડાથી સ્થાનિક આરટીઓ અધિકારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.