ધાનેરામાં પંચાલ સમાજના લોકો દ્વારા બાળકીના અપહરણ મામલે પોલીસ મથકનો ઘેરાવ

ધાનેરા તાલુકાના ધાખા ગામેથી બે માસ અગાઉ પંચાલ સમાજની બાળકીને ગામના જ યુવકે અપહરણ કર્યું હોવાની રજુઆત સાથે ધાનેરા ખાતે પંચાલ સમાજના લોકોએ લાલચોકથી રેલી યોજી ધાનેરા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. બે માસથી પણ બધારે સમય વીતવા આવ્યો હોવા છતાં હજુ બાળકીના કોઇ સમાચાર ન મળતા રોષે ભરાયેલ પંચાલ સમાજ ના આગેવાનોએ ધાનેરા પોલીસના સજીયા ફૂટ્યા હતા.ધાનેરા પોલીસ મથકના મુખ્ય દરવાજા પાસે આવી ધાનેરા પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા.જોકે,મુખ્ય દરબાજો બંધ કરતા આખરે ફરજ પરના પોલીસ સબ ઇન્સપેક્ટરે  ટોળાને વિખેર્યું હતું.આ બનાવ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.