02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / વડોદરાના હુસૈન ખાં એ દિવાસળીની સળીમાંથી અદ્ભુત સરદારની પ્રતિમા બનાવી

વડોદરાના હુસૈન ખાં એ દિવાસળીની સળીમાંથી અદ્ભુત સરદારની પ્રતિમા બનાવી   26/10/2018

વડોદરામાં સાઇકલ સ્ટોર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ યુવકે દીવાસળી ની સળીઓ ની મદદથી સાડા છ ફૂટની લંબાઈ ધરાવતી સરદાર પટેલની પ્રતિમા બનાવી છે. આગામી 31 ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી મોટી સરદાર સાહેબ ની પ્રતિમા નંવ લોકાર્પણ દેશના વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા ના આ યુવકે સરદાર ની પ્રતિમાં બનાવી એકતા નો સંદેશ આપ્યો છે.
 
વડોદરાના આજવા રોડ પર આવેલા એકતા નગર ખાતે રહેતા અને સાઇકલ સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતાં હુસેન ખાન પઠાણ નામના યુવકે સરદાર પટેલ ને અનોખી રીતે જન્મદિવસની ભાવાજંલિ આપી છે. હુસેન ખાં એ વર્ષ 2018ના મે મહિનામાં સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું અને એ પ્રતિમા બનાવવા માટે હુસેન ખાં એ 4265 જેટલા દિવાસળીના બોક્સ ખરીદ્યા હતા. આ ઉપરાંત હુસેન ખાં એ સરદાર પટેલની પ્રતિમા બનાવવા માટે સાત કિલો ફેવિકોલ અને 24 ફેવિકવિક નો ઉપયોગ કર્યો છે.
 
હુસેન ખાં ને સરદાર સાહેબ ની પ્રતિમા બનાવવા માટે છ મહિના જેટલો સમય લાગ્યો હતો.મહત્વનું છે કે હુસેન ખાં મુસ્લિમ કુટુંબમાંથી આવે છે અને ખૂબ જ નબળી આર્થિક સ્થિતિમાં રહી રહ્યા છે તેમ છતાં દરેક કોમના તહેવાર હોય કે પ્રસંગો હોય હુસેન તેમની આ કળાના માધ્યમથી પ્રસંગો ઉચિત આર્ટ વર્ક કરી લેતાં હોય છે.
 
ભારતના તમામ નાગરિકોને એકતા નો સંદેશ પહોંચાડવા માટે હુસેન ખાં એ સરદાર સાહેબની પ્રતિમા બનાવી છે. આવનારી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતિએ વિશ્વના સૌથી મોટા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ દેશના વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરાના આ કલાકારે સરદાર સાહેબની દીવાસળીની સળીની મદદથી બનાવેલ પ્રતિમાને કેવડિયા ખાતે મ્યુઝિયમમાં મુકાય એવી ઇચ્છા વ્યક્ત કરી છે.

Tags :