થરાદ પોલીસે કિયાલ ગામે ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક    
 પી.ડી.ચૌધરી થરાદ વિભાગ થરાદનાઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને સપુર્ણ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય તા.૧૨/૧/ર૦૧૯ ના રોજ અમો પો.ઇન્સ. જે.બી.આચાર્ય તથા એ.એસ.આઇ. પ્રતાપસીંગ દેવાજી બ.નં.૧૬૧૯ તથા અ.હેઙ.કોન્સ મહેશભાઇ સવદાસભાઇ બ.નં. ૮૯૫ તથા અ.હેઙ.કોન્સ. જયેશભાઇ સવજીભાઇ બ.નં.૧૫૬૫ તથા પ્રવિણભાઇ નારણાજી અ.પો.કોન્સ. બ.નં.૧૪૧૬ વિગેરે થરાદ પોલીસ સ્ટાફ સાથે થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પ્રેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કિયાલ ગામની સીમમાં રહેતા કિર્તીજી ગોવાજી ઠાકોર રહે.કિયાલ તા.થરાદવાળા એ કબ્જા ભોગવટાના ખેતરમાં બોલેરો પીક અપ ગાડી નં.જીજે.૦૮. એયુ.૧૯૯૦માં ખાલી કેરેટ નિચેથી  ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ- ૮૬૪ કિ.રૂ.૮૬,૪૦૦/-નો ગે.કા. નો મળી આવતાં  બોલેરો પીક અપ ગાડી કી.રૂ ૩,૦૦,૦૦૦/- તથા ૫૦ ખાલી કેરેટ સાથે મળી કુલ રૂ.૩,૮૬,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે આરોપી વિરૂધ્ધ પ્રોહી એકટ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી 
કરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.