બલોલ ઓએનજીસીની ૧૪૪ નંબરની પાઈપ લીકેજ થતાં કનોડાનું તળાવ ઓઈલથી ઉભરાયું

 
 
 
 
                               બહુચરાજી તાલુકાના કનોડા ગામની સીમમાં ઓએનજીસીની પાઈપ લાઈન લીકેજ થવાથી પશુઓને પીવા લાયક પીવાનું પાણીનું તળાવ આજે નષ્ટ પામ્યું છે. જ્યારે બીજી બાજુ આ તળાવમાં પાણી પીવાથી દુધાળી ભેંસો દૂધ આપતી બંધ થઈ જતાં અને એક ગાભણ ભેંસનું બચ્ચું મરી જતાં પશુપાલક પરિવારની હાલત દયનીય બની ગઈ છે. આ અંગે વળતર ચૂકવવા ગરીબ માલધારી પરિવાર દ્વારા ઓએનજીસી બલોલ કચેરી સમક્ષ વારંવાર ધક્કા ખાઈને કંટાળીને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 
કનોડા ગામની સીમમાં આવેલા તળાવમાં ઓએનજીસીની બલોલ ૧૪૪ નંબરની પાઈપ લાઈન લીકેજ થતાં આખુ તળાવ ઓઈલથી ભરાઈ ગયું હતું. જે તળાવમાં ગામના પશુપાલક વાઘજીભાઈ ખેંગારભાઈ દેસાઈની બે ગાભણ ભેંસો અને ચાર દુધાળી ભેંસો પાણી પીવા પડી હતી. તે પછી આ ભેંસોએ દૂધ આપવાનું સાવ ઓછું કરી દીધું હતું. જ્યારે એક ગાભણ ભેંસનું બચ્ચું મરી ગયું હતું. 
પશુપાલકોના જણાવ્યા મુજબ, આ ઓઈલ પશુઓની ચામડી ઉપર ચોટી જાય છે અને તે ખૂબ ગરમ પડતું હોઈ પશુના ગર્ભધાન અને દૂધ ઉત્પાદન પર માઠી અસર કરે છે.
 માત્ર પશુપાલન પર જીવન નિર્વાહ કરતા આ માલધારી પરિવારના પશુઓ બિન ઉપયોગી બની જતાં તેમના માટે જીવવું દુષ્કર બન્યું છે. આ અંગે યોગ્ય વળતર ચૂકવવા ઓએનજીસી બલોલ જીજીએસ-૩ સમક્ષ લેખિત રજૂઆત કરાઈ તે સમયે આશ્વાસન અપાયું હતું. પરંતુ તેને આજે મહિનો થવા છતાં કોઈ વળતર ચૂકવાયું નથી. આથી કંટાળી ગયેલા આ ગરીબ-ઉંમર લાયક પશુપાલક દ્વારા ન્યાય માટે ઓએનજીસી બલોલની સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તો શું ઓએનજીસીનું નઘરોળ તંત્ર ગરીબ પશુપાલકને મળવાપાત્ર વળતર ચૂકવવાની માનવતા દાખવશે ખરૂ ?
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.