આજથી “શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” નો પ્રારંભ થશે

 
 
                   રાજયની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવી બાળકોમાં આરોગ્યપ્રદ ટેવોનુ નિર્માણ કરી સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સ્વસ્થ બાળકના ધ્યેય સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ૧૮ વર્ષ સુધીની ઉંમરના બાળકોને આવરી લેવાય છે. ચાલુ વર્ષે “શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” તા.૨૭ -નવેમ્બરથી ૦૧  ફ્રેબ્રુઆરી ૨૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન યોજાનાર છે. જેમાં જિલ્લાના શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારોમાં પાંચ દિવસના “શાળા આરોગ્ય સપ્તાહ” પ્રમાણે તબીબી તપાસણી અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમ યોજાશે.જેમાં જિલ્લા વિસ્તારની ખાનગી તેમજ સરકારી આંગણવાડી/શિશુ વિધ્યામંદિરોના નવજાત શિશુથી ૬ વર્ષના બાળકો , ધો.૧ થી ૧ર માં અભ્યાસ કરતા ખાનગીઅને સરકારી પ્રાથમિક/માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ, આશ્રમ શાળા, મદ્રેસા,ચિલ્ડ્રન હોમના બાળકો તેમજ ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકોની “૪ડ્ઢ” પ્રમાણે આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવનાર છે. 
આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષ ઃ-૨૦૧૭-૧૮માં ૩,૮૭,૭૨૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરી ૬૭,૬૮૨ થી વધુ બાળકોને તબીબી અધિકારીઓ દ્વારા સ્થળ પર સારવાર અને ૨૪૭૬ બાળકોને સંદર્ભસેવા આપવામાં આવેલ હતી. દ્રષ્ટિ ખામીવાળા બાળકો પૈકી ચશ્માની જરૂરિયાત મુજબના નંબર વાળા ૩૦૫૨ બાળકોને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવેલ. ગંભીર જીવલેણ બિમારીઓવાળા
 હ્રદયરોગના ૨૩૯, કિડનીની બિમારીના ૬૫ અને ૩૧ કેન્સરગ્રસ્ત બાળકોને સારવાર આપવામાં આવેલ હતી તેમજ કોકલીયર ઇમ્પ્લાન્ટના ૨૧ બાળકો, કલબફૂટવાળા ૩૦ બાળકો, કલેફટલિપ/પેલેટવાળા ૨૭  બાળકોને પણ ઓપરેશન અને સારવાર આપવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે જિલ્લાની ૨૦૦૭ આંગણવાડી/શિશુ વિધ્યામંદિરોના ૧,૧૮,૦૫૪ બાળકો, ૧૫૪૯ પ્રાથમિક શાળાના ૨,૦૯,૯૪૬ વિદ્યાર્થીઓ, ૨૯૨ માધ્યમિક શાળાના ૬૫,૩૧૪ વિદ્યાર્થીઓ અને  
૬૧ અન્ય સંસ્થાઓના ૭૪૨૮ બાળકો તેમજ શાળા એ ન જતાં ૧૧,૨૨૦ બાળકો મળી કુલ ૪,૧૧,૯૬૨ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે.
ચાલુ વર્ષે શાળા આરોગ્ય સપ્તાહ દરમ્યાન કુલ ૧૯૩ ડોકટર્સ તેમજ પેરા મેડીકલ અને અન્ય સ્ટાફ મળી કુલ ૧૬,૫૮૯ સ્ટાફ કાર્યરત રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સંગઠનના તબીબો પણ આ કાર્યક્રમમાં જોડાશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.