વડગામના ડાલવાણામાં બંધ મકાનમાંથી રૂ.૧.૮૩ લાખની મત્તા ચોરાઈ ગઈ

બનાસકાંઠામાં તસ્કરો બેફામ બનવા સાથે પોલીસ સામે ચેલેન્જ કરી રહયા છે. વડગામના ડાલવાણા ગામે શુક્રવારની રાત્રે એક શિક્ષકના બંધ મકાનના તાળા તોડી તસ્કરો ૧.૮૩ લાખની મત્તા ઉઠાવી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર સરસ્વતી હાઈકુલ માં શિક્ષક ની ફરજ બજાવતા ચિરાગભાઈ ગોત્તમભાઈ શ્રીમાળીના ડાલવાણા ગામે આવેલ બંધ મકાનને શુક્રવાર ની રાત્રે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી મકાન માં પડેલ તિજોરીનું લોક તોડી અંદર પડેલ રોકડ રૂપિયા ૫ હજાર તેમજ મંગળસૂત્ર નંગ- ૨ કિંમત ૫૭ હજાર સોનાના પાટલા નંગ ૨ કિંમત રૂ.૬૯ હજાર સોના ની વીંટી નંગ ૬ કિંમત ૨૩ હજાર ચાંદીનો કન્ડોરો કિંમત રૂ.૭ હજાર પગમાં પહેરવાની પાયલ નંગ ૫ કિંમત રૂ.૨૨ હજાર મળી કુલ રૂપિયા ૧ ૮૩૦૦૦ ની મત્તાની ચોરી ઉઠાવી જતા પંથકમાં ખળભળાટ મચી જવા પામી હતી આ ચોરીની જાણ થતાં છાપી પીએસઆઇ પરિમલ દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી તસ્કરોનું પગેરૂં મેળવવા તજવીજ હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.