પોલીસ ઈન્સપેક્ટરની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોએ રોષ ઠાલવ્યો

પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા શાંતિપૂર્વક સંપન્ન થઇ હતી. જોકે, પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષાના ઉમેદવારો પરીક્ષાના ટાઇમમાં ફેરફાર થવાથી અટવાયા હતા. સમય ફેરફારના નિર્ણયથી ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી હતી.
આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પી.આઈ.ની પરીક્ષા લેવાઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટરો માટેની આ પરીક્ષામાં ઉમેદવારો છેલ્લી ઘડીએ સમય બદલાતા  અટવાયા હતા. પરીક્ષાનો સમય ૧૦ થી ૧ વાગ્યા નો હતો. પરંતુ સરકારે ગઈકાલે મોડી રાત્રે પરિપત્ર કરી અચાનક સમય ૩ થી ૬ નો કરી નાખ્યો હતો.  જોકે બનાસકાંઠા મા ૫૫ કેન્દ્રો પર ૧૭૭૧૩ ઉમેદવારો પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. જે પરિક્ષાર્થીઓ વહેલા આવી જતા અટવાયા હતા. પરીક્ષાના સમયમાં થયેલ ફેરફારથી અજાણ પરિક્ષાર્થીઓ વહેલી સવારે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. સમયસર પહોંચવા ભૂખ્યાને તરસ્યા પરોઢિયે ઉઠીને આવેલા પરિક્ષાર્થીઓ એ તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. કેટલાક લોકોએ તો ખ્તpજષ્ઠ ની વેબસાઈટ પર સમય ફેરફાર અંગેની જાણ પણ ન કરાઈ હોવાનો બળાપો ઠાલવ્યો હતો.
સમય મોડો કરાતા દૂરથી આવતા પરિક્ષાર્થીઓને પરત જવામાં પણ તકલીફ પડશે. ત્યારે  ખ્તpજષ્ઠની પરીક્ષામા છબરડાને લઈ ને પરિક્ષાર્થીઓ અને વાલીઓએ હેરાનગતિને પગલે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.