જુનાડીસામાં ઘન કચરાના નિકાલ મુદ્દે ફરી ઉચ્ચસ્તરે રજુઆત

જુનાડીસા : ડીસા તાલુકાના જુનાડીસા ગામના ગંગાજી વ્હોળામાં પંચાયતની પરવાનગીના બહાને ડંપીગ સાઈડની બહારના ભાગે રોડ અને રોડની સાઈડે ગટરના ગાળાની ગંદકી ઠલવાતા લાલઘૂમ બનેલા સરપંચે આ મુદ્દે પાલિકાના ઘન કચરા નિકાલના અધિકારી અને કર્મચારી વિરુદ્ધ ઉચ્ચસ્તરે રજુઆત કરતા ચકચાર મચી જવા પામી છે.
જુનાડીસામાં પવિત્ર ગણાતા ગંગાજીના વ્હોળામાં સરકારી નીતિનિયમો નેવે મૂકી ડીસા પાલિકા દ્વારા ઘન કચરાની આડમાં મેડિકલ વેસ્ટ અને ગંદકી પણ ઠલવાઇ રહી છે તેની દુર્ગન્ધથી હાઇવે ઉપરથી પસાર થવું મુશ્કેલ થઈ પડ્‌યું છે   જે બાબતે સરપંચ બબાભાઈ દેસાઈએ ક્રીમી. પ્રોસી. કોડની કલમ ૧૩૩  મુજબ ફરિયાદ આપેલ છે અને ધ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ છે તેમછતાં સરકારના નીતિ નિયમો મુજબ નિકાલ થતો નથી ઉલટાનું ડંપીગ સાઇડની બહાર રોડ ઉપર અને રોડની સાઈડોમાં ગંદકી ઠલવાય છે જે બાબતે ગામના જાગૃત નાગરિક દિલીપ ભાટિયાએ ગઈકાલે બુધવારે ટ્રેકટર ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે પાલિકા દ્વારા અહીં નિકાલ કરવાનું કહેવાયું હોવાની કબુલાત કરી હતી  જેથી તેમણે અધિકારીને બોલાવવાનું કહેતા ડાઈવરે ફોન દ્વારા પાલિકાના કર્મચારી નારૂભાઇ ને બોલાવ્યો હતો જેણે આ જગ્યા પંચાયતની નથી અને સરપંચની પરવાનગીથી સાઈડમાં કિચ્ચડ  નાખીએ છીએ અને રેતનો ટેકરો ખોદીએ છીએ તેમ જણાવ્યું હતું પરંતુ તે કોઈ કાગળ આપી શક્યો ન હતો તેથી સરપંચ, તલાટી અને ગ્રામજનો દોડી આવતા તે પલાયન થઈ ગયો હતો હકીકતમાં ગ્રામ પંચાયતે આવી કોઈ પરવાનગી આપી નથી તેમછતાં સરપંચને બદનામ કરતા સરપંચ બબાભાઈએ ડીસા પાલિકાના ઘન કચરા નિકાલના અધિકૃત અધિકારી અને કર્મચારી નારૂભાઇ સોલંકી વિરુદ્ધ ડંપીગ સાઈડ સિવાયની જગ્યાનો દુરુપયોગ, જાહેરમાં કાદવ કિચ્ચડના ઉપદ્રવ અને જન આરોગ્ય જોખમાવા મુદ્દે જિલ્લા મેજીસ્ટ્રેટ સહિત મુખ્યમંત્રીને રજુઆત કરી આ મેટર કોર્ટમાં હોવા છતાં સરકારના નીતિનિયમો નેવે મૂકી શરતોનો પણ ભન્ગ કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.