કાંકરેજની બનાસ નદી પટમાંથી રેતીની બેફામ તસ્કરી : તંત્રની ચૂપકીદી

કંબોઈ : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન એક માત્ર બનાસ નદી વર્ષોથી નહિવત વરસાદના કારણે કોરી ભટ્ટ હાલતમાં છે.તેમાં સરકાર દ્વારા લીઝો ફાળવી ભુમાફિયાઓના હવાલે કરી છે. ત્યારે કાંકરેજ તાલુકામાં બનાસ નદી પટમાં ભુમાફિયા સરકારના નીતિ નિયમોને નેવે મૂકી ખનન કરી રહયા છે અને રાત દિવસ રેતીની ચોરી કરી રહયા છે અને સરકારને પણ રોયલ્ટીની આવકમાં મોટું નુકસાન પહોંચાડે છે. વિના રોયલ્ટીએ રેતી ખનન થાય છે તેનું કરોડોનું નુકસાન સરકાર ભોગવે છે. જ્યારે ભુમાફિયા અધિકારીઓના ખિસ્સા ભરી સરકારને ચુનો લાગાવી રહ્યા છે. કાંકરેજના રાનેર, ઉંબરી, કંબોઈ, દુદાસન, કસલપુરા, જામપુર, ખરીયા જેવા અનેક ગામોમાંથી પસાર થતી બનાસ નદી વર્ષોથી નહિવત વરસાદના કારણે કોરી ભઠ છે ત્યારે બનાસ નદીના વિશાળ પટમાંથી ભુમાફિયાઓ રાત દિવસ પોતાના હિટાચી મશીન લગાવી ખોદકામ કરી રેતીની તસ્કરી કરી રહયા છે. કંબોઈ, રાનેર, દુદાસન, ઉંબરી વિસ્તારમાં તો ભુમાફિયા જ્યા કોઈ પણ લીઝના હોય અને જ્યા સરકારી પડતર પટ હોય ત્યાં હિટાચી મશીન મૂકી રાત્રે હજારો ડમ્પર રેતીની ચોરી કરી લાખો રૂપિયા ઘર ભેગા કરી રહ્યા છે અને સરકારને મોટું  નુકસાન કરે છે.આ વિસ્તારમાં માથાભારે લીઝ હોલ્ડરો સરકારી બાબુઆને કરાતા વહીવટથી કોઈ અધિકારી રાત્રે તપાસમાં આવતા નથી.આ વિસ્તારની નદીમા રેતી ચોરી કરી મોટી મોટી કોતરો બનાવી દીધી છે.
જ્યારે ગુજરાત સરકાર અને હાઈકોર્ટના નિયમ મુજબ રેતીની લીઝ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય.પરંતુ કાંકરેજ તાલુકામાં કંઇક અલગ નિયમ બહાર પાડયો હોય તેવું જણાય છે. તાલુકાની બનાસ નદી ચોવીસ કલાક ખોદકામ ચાલુ હોય છે અને રાત દિવસ લીઝો ધમધમી રહી છે. છતાં કોઈ અધિકારી તપાસ કરતા નથી.જ્યારે સરકારી નિયમ મુજબ ખોદકામ માત્ર ૩ મીટર ઊંડું ખોદકામ કરવાનું હોય છે પરંતુ ભુમાફિયા ૧૫થી ૨૦ મીટર પણ ખોદકામ કરે છે તે છતાં કોઈ લીજ માલિકને અધિકારીઓ કોઈપણ જાતની માપણી કરી દંડ આપી શકતા નથી તેનું નુકસાન જેતે વિસ્તાની ગ્રામપંચાયતને ભોગવવું પડે છે.ક્યારેક માત્ર જોવા પૂરતી માપણી કરે તો નામ પૂરતો દંડ આપે પણ વસુલ કરાવતા કેમ નથી?આ ભુમાફિયા રાત્રે વગર રોયલ્ટીએ ડમ્પરો અવરલોડ ભરને રેતીની મોટી તસ્કરી કરે છે. પાટણ રોડ પર આવેલ સ્ટોકવાળા માત્ર સવારે એક રોયલ્ટી પાસ લઇ પૂરો દિવસ રેતી ભરીને ચાલે છે અને સ્ટોક કરે છે.આ મુજબ પણ મોટી ચોરી કરી રહયા છે.આ ભુમાફિયાઓ વગર રોયલ્ટીએ અવરલોડ રેતી ભરી જતા ડમ્પરોથી કંબોઈ ચાર રસ્તા પર ઊડતી રેતીથી લોકો પણ પરેશાન થઈ રહયા છે પણ કોઈ સાંભળ તું નથી.
કંબોઈ, ઉંબરી, રાનેર, કસલપુર અને સમગ્ર કાંકરેજ તાલુકની બનાસ નદીમાં રાત દિવસ હિટાચી મશીનો ખોદકામ કરી રહયા છે તે પણ પડતર સરકારી જમીનોમાં છતાં તંત્ર દ્વારા ચેકીંગના નામે માત્ર નાટક ભજવવામાં આવે છે.થોડા સમય પહેલા ડ્રોન ઉડાડવામાં આવ્યું પણ કાઈ હાથમાં ના આવ્યું અને વિલા મોઢે પાછૂં જવું પડ્‌યું હતું.કાંકરેજ તાલુકાની રેતી ચોરી અટકાવવા માટે પ્રથમ મામલતદારની જવાદારી આવે છે પરંતુ મામલતદાર કચેરીના કોઈ અધિકારી તપાસ કરતા નથી ત્યારે આ રેતી ચોરી અટકાવી કાંકરેજ તાલુકાની દરેક લીજાની બનાસકાંઠા જિલ્લાના બાહોશ કલેકટર સાંગલે જાતે તપાસ કરે તો કરોડોનું કૌભાંડ બહાર આવે તેમ છે તેમજ સરકારને મોટું નુકસાન થતું અટકાવી શકે તેમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.