સુરતની નેશનલ લેવલની જિમ્નાસ્ટ પૂજા 14 ફેબ્રુઆરીના રોજ લેશે દીક્ષા

સુરતઃ માસ્ટર ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અને નેશનલ લેવલની જિમ્નાસ્ટ પૂજા શાહ 14 ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેવા જઈ રહી છે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં એક જ વર્ષમાં પૂજા સંયમના માર્ગે જવા મક્કમ બની છે. એક જ વર્ષમાં સિદ્ધિતપ, નવ્વાણુંની યાત્રા અને છટ ચોવિહારની કપરી આરાધનાઓ સંપન્ન કરી. તે સાત જાત્રા પણ બે વાર કરી ચૂકી છે. 
 
પૂજા શાહે જણાવ્યું હતું કે, માસ્ટર ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં હતી અને ગયા વર્ષે આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની વાંચનાઓનો સાંભળી એથી પ્રભાવિત થઈ અને સંસાર અને સંયમના પલડાંને જોખી જોયું. તેમાં સંયમનું પલડું ભારે થયું અને મને દીક્ષા લેવાની પ્રેરણા થઈ.
 
પૂજાના પિતા કિરીટભાઈ શાહે જણાવ્યું કે પરિવાર ડીસા સમાજનો છે. અગાઉ ફોઈ મહારાજે દીક્ષા લીધી હતી. ત્યારબાદ દીક્ષા લેનાર પૂજા બીજી સભ્ય છે. આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં એક જ વર્ષમાં પૂજા સંયમના માર્ગે જવા મક્કમ બની છે. એક જ વર્ષમાં સિદ્ધિતપ, નવ્વાણુંની યાત્રા અને છટ ચોવિહારની કપરી આરાધનાઓ સંપન્ન કરી. તે સાત જાત્રા પણ બે વાર કરી ચૂકી છે. એસએસસી પણ ફર્સ્ટક્લાસ સાથે પાસ કર્યું હતું. ભણવામાં પણ હોશિયાર સ્ટુડન્ટ હતી. તે સમયથી જ સંસ્કૃતના ટ્યૂશન કરાવતી હતી. આચાર્ય ગુણરત્નસૂરિ અને બીજા ગુરૂ ભગવંતોનું માર્ગદર્શન મળતું ગયું. સાધ્વી અમિતરેખાશ્રીના સાંનિધ્યમાં આરાધનાઓ કરતી રહી. 
 
પૂજાના મમ્મી કાશ્મીરાબેનને પણ પુછતાં જણાવ્યું કે, ધર્મના માર્ગ પર જાય છે, તો રોકવાનો કોઈ અર્થ નથી. એક દીકરો અને એક દીકરી છે. દીકરો મુંબઈમાં હીરાના વેપારમાં છે. એના જીવનનું શ્રેય થતું હોય તો કેમ નહીં ગમે પરમ પૂજ્ય આચાર્ય યશોવિજયસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ અને આચાર્ય ચંદ્રશેખરવિજય મહારાજની વિશેષ પ્રેરણા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.