નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નવા ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રંજન ગોગોઈની નિમણુક થશે તેમના નામની ભલામણ મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા મોકલશે. રંજન ગોગોઈ 3 ઓક્ટોબરે મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લેશે.
જસ્ટિસ રંજન ગોગોઈનું દેશના મુખ્ય ન્યાયાધીશ બનવાનું નક્કી માનવામાં આવે છે. ઈન્ડીયા લીગલના જણાવ્યાં પ્રમાણે કાયદા મંત્રાલયે પ્રોટોકોલ મુજબ જસ્ટિસ દીપક મિશ્રાને પોતાના અનુગામીના નામની ભલામણ કરવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જસ્ટિસ દીપક મિશ્રા 2 સપ્ટેમ્બરે પોતાનો પત્ર મંત્રાલયને મોકલી આપશે. મહત્વપુર્ણ છે કે 12 ફેબ્રુઆરી 2011 માં જસ્ટિસ ગોગોઈ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 23 એપ્રીલ 2012 માં તે સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા. જણાવવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ તરીકેનો તેમનો સમયગાળો એક વર્ષ, એક મહિનો અને 14 દિવસનો હશે. રંજન ગોગોઈ 17 નવેમ્બર 2019 માં નિવૃત થશે.
Tags :