રાજ્યમાં છેલ્લા ૫ વર્ષથી ચાલતી ૪,૯૦૭ અપીલોનો નિકાલ લાવવા ગુજરાત ITને આદેશ

સીબીડીટીએ ૩ વર્ષથી વધુ સમયથી અને ૫ વર્ષથી વધુ સમયથી પેન્ડિગ રહેલી અપીલોનો નિકાલ કરવા માટે ઇન્કમટેક્સના તમામ પ્રિન્સિપાલ ચીફ કમિશનરોને ૩૧મી માર્ચ ૨૦૨૦ના સુધીમાં નિકાલ કરવા માટે આદેશ આપ્યો છે.ગુજરાતમાં ૧લી એપ્રિલ ૨૦૧૯માં ૬૦૭૩ અપીલ હતી તેમાંથી ૧૧૬૬નો જ નિકાલ થયો હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું છે. દેશમાં ૩૧૩૨૫ અપીલો પાંચ વર્ષ સુધીથી પેન્ડિગ હતી.જેમાંથી માત્ર ૭૫૯૭ અપીલોનો નિકાલ ૩૦મી નવેમ્બર સુધીમાં કરાયો છે. જ્યારે ગુજરાતમાંથી ૬૦૭૩ અપીલમાંથી ૧૧૬૬નો નિકાલ થયો છે.સીબીડીટી જણાવ્યું હતુંકે, ૫૩૯૦ કેસો ૩ વર્ષ કે તેથી વધુ સમયના પેન્ડિગ છે.જેમાંથી ૩૦મી નવેમ્બર સુધીમાં ૯૯૯ કેસોનો નિકાલ થયો હતો. જ્યારે પાંચ વર્ષથી વધુ સમયના ૬૮૩ કેસોની અપીલ ૧લી એપ્રિલ ૨૦૧૯ના રોજ પેન્ડિગ હતી તેમાંથી ૧૬૭નો જ નિકાલ ૩૦મી નવેમ્બર સુધીમાં થયો છે.  પાંચ વર્ષથી વધુ સમયની પેન્ડિગ અપીલોનો ૩૧મી માર્ચ ૨૦૨૦ સુધીમાં નિકાલ કરવા માટે સીબીડીટીએ આદેશ આપ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.