પાલનપુરમાં અંડરપાસને વહીવટી તંત્રની લીલીઝંડી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા માટે શહેરના ગુરૂનાનક ચોકથી રામલીલા મેદાનમાં જતા માર્ગે વિશ્રામગૃહ તરફ નીકળે તે રીતે અંડરપાસ બનાવવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા જીલ્લા કલેકટરને રરજૂઆત કરી હતી. જેને તંત્રએ મંજૂરીની મ્હોર મારવામાં આવતાં શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
પાલનપુરના વધતા જતા વિકાસની સાથે વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર માર્ગો ઉપર પીળા પટ્ટા મારી વાહન પાર્કિગ કરવાની કાર્યપધ્ધતિ ઘણી જ સફળ પુરવાર થઇ છે. જોકે, ર્પાકિંગ સિવાયના રસ્તા ઉપર દોડતા વાહનોનો ટ્રાફિક નાથી શકાતો નથી. ત્યારે ખાસ કરીને ગુરૂનાનક ચોક સહિતના માર્ગો ઉપર દોડતા વાહનોથી થતાં ટ્રાફિકથી છુટકારો મેળવવા માટે શહેરના જાગૃત નાગરિક શરીફભાઇ ચશ્માવાલાએ રામલીલા મેદાનથી સીધો બસ સ્ટેન્ડ માર્ગને સાંકળતા માર્ગ માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં વર્તમાન સમયે રામલીલા મેદાનથી સીધો માર્ગ આવે છે. ત્યાં સામે રેલવે બ્રીજની નીચે બોગદું બનાવવામાં આવે તો ખાસ કરીને ગુરૂનાનક ચોક સહિતના વિસ્તારમાં થતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ જણાવાયું હતું.જેને તંત્રએ મંજૂરીની મ્હોર મારવામાં આવતાં શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ અંગે ના.કા.પા. ઈજનેર નિરવ પટેલે જણાવ્યું હતું કે, પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનાવવા માટે રેલવે ઓવરબ્રીજની નીચે બીજો અંડર પાસ બનાવવા માટે કરાયેલી રજૂઆત સંદર્ભે આ કામ મંજુર કરાયું છે. અને કામની શરૂઆત પણ કરાઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.