સુપ્રીમનો આદેશ- મહારાષ્ટ્રમાં 27 નવેમ્બરે સાંજે 5 વાગ્યા પહેલાં ફ્લોર ટેસ્ટ પૂરો કરવો, લાઈવ પ્રસારણ થશે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટ વિપક્ષ (શિવસેના, કોંગ્રેસ-એનસીપી)ની અરજી પર મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટની બેન્ચે આદેશ વાંચવાની શરૂઆત કરી છે.
 
 કોર્ટની અપડેટ
 
- મહારાષ્ટ્રમાં ૨૭ નવેમ્બરે સાંજે ૫ વાગ્યા પહેલાં ફ્લોર ટેસ્ટ પૂરો કરવો, લાઈવ પ્રસારણ કરાશે.
 
- પ્રોટેમ સ્પીકર જ ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ અપાવશે અને ત્યાર પછી પ્રોટેમ સ્પીકર જ ફ્લોર ટેસ્ટ કરાવશે.
 
- ફ્લોર ટેસ્ટ સિક્રેટ બેલેટ પેપરથી નહીં કરાય.
 
- ફ્લોર ટેસ્ટનું લાઈવ પ્રસારણ કરવાનો સુપ્રીમનો આદેશ.
 
- સુપ્રીમ કોર્ટ બંધારણી મુદ્દાઓ પર સુનાવણી ૬ સપ્તાહ પછી શરૂ કરશે.
 
- સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી રાજકીય પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. એનસીપી નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને કહ્યું છે કે, સત્યમેવ જયતે, બીજેપીનો ખેલ ખતમ.
 
કોર્ટે સોમવારે દોઢ કલાક દલીલ સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. વિપક્ષે ૨૪ કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે, ફ્લોર ટેસ્ટ સારી વસ્તુ છે પરંતુ તે જરૂરી નથી કે ૨૪ કલાકમાં જ થાય. આ વિશે એનસીપી કોંગ્રેસના વકીલે કહ્યું કે, જ્યારે બંને પક્ષ ફ્લોર ટેસ્ટ ઈચ્છે છે તો તેમાં વાર કેમ કરવી જોઈએ? કોર્ટના આદેશથી વિપક્ષે ૧૫૪ ધારાસભ્યોની એફિડેવિટ પરત લેવી પડી હતી.
 
જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ સામે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર તરફથી, કપિલ સિબ્બલે શિવસેના તરફથી, અભિષેક મનુ સિંઘવીએ એનસીપી-કોંગ્રેસ તરફથી, મનિંદર સિંહે અજીત પવાર તરફથી અને મુકુલ રોહતગીએ દેવેન્દ્ર ફડણવીસ તરફથી દલીલો રજૂ કરી હતી. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટથી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા રાષ્ટ્રપતિ શાસન હટાવવા અને શપથ ગ્રહણ સમારોહ કરાવવાના નિર્ણયની ન્યાયિક સમીક્ષા નહીં કરાવવાની માંગણી કરી હતી.
 
સુપ્રીમ કોર્ટમાં નિર્ણય પથી મહારાષ્ટ્રમાં વિપક્ષ આગળની રણનીતિ નક્કી કરશે. બીજી બાજુ ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિશે એનસીપી પ્રમુખ શરદ પવાર કોઈ નિર્ણય લઈ શકે છે. કારણકે સોમવારે એનસીપીના સિનિયર નેતા છગન ભુજગળ અજીત પવારને મનાવવા ગયા હતા. બહાર નીકળીને ભુજગળે માત્ર એટલું જ કહ્યું હતું કે, અજીતને ઉપમુખ્યમંત્રી પદમાંથી રાજીનામું આપીને પાર્ટીમાં પરત ફરવાની અપીલ કરી છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.