ગૌચરના દબાણો દૂર કરવાની સત્તા સરપંચોને સોંપાઈ પરંતુ કરનાળામાં સરપંચ દ્વારા જ ગૌચરમાં દબાણ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : સમગ્ર રાજ્યમાં ૪,૭૨,૫૯૨ હેકટર જેટલું ગૌચરની જમીનમાં દબાણ થયું હોવાના ખુદ ભાજપ સરકારે વિધાનસભામાં Âસ્વકાર્યા બાદ સરકારે કડક વલણ અપનાવી ગૌચરની જમીનો ઉપરના દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીઓને આદેશો કર્યા છે. 
જેમાં ગત નવેમ્બર, ૨૦૧૯માં વિકાસ કમિશ્નરએ પરિપત્ર કરી ગામડાંમાં ગૌચરની જમીનોમાં થયેલાં દબાણો હટાવવાની સત્તા સરપંચોને જ સોંપી દીધી છે. આ સાથે ગામડાંમાં દબાણો હટાવવા માટે પોલિસ તંત્રને પણ વિનામૂલ્યે સેવા પૂરી પાડવાનો આદેશ કર્યો છે. વિકાસ કમિશઅનરશ્રીનો આશય એવો હતો કે, આવો પરિપત્ર કરવાથી ગ્રામ પંચાયતોના દબાણો દૂર કરવા સરપંચો માટે આસાન બની રહેશે. પરંતુ વિકાસ કમિશ્નરએ આ પરિપત્ર કરતી વખતે કદાચ એવું નહિ વિચાર્યું હોય કે, ગામડાંમાં જે માથાભારે વ્યÂક્ત હોય એ જ ગામતળ કે ગૌચરની જમીનો ઉપર દબાણ કરી શકે અને એવા જ માથાભારે પાછા સરપંચની ચૂંટણીમાં વિજેતા થતાં હોય છે. વડગામ તાલુકાની કરનાળા ગ્રુપ ગ્રામ પંચાયતની જ વાત કરીએ તો વિકાસ કમિશ્નરશ્રી દ્વારા જે સરપંચને ગૌચર પરની જમીન પરનું દબાણ દૂર કરવાની સત્તા આપવામાં આવી છે એ ખુદ સરપંચ પોતે ગૌચરની જમીન  દબાણ કરેલ છે ત્યારે વિકાસ કમિશ્નરશ્રીનો આ પરિપત્ર કેટલો કારગત નીવડશે ? એ તપાસનો વિષય છે. કરનાળા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ૧૧-૭-૧૯૮૯ની દબાણ સીટના રેકર્ડ આધારે ૩૧ વર્ષથી દબાણદાર છે તેઓએ પોતાની સર્વે નં. ૬૪૩, ૬૪૪, ૬૪૫, ૬૪૬ વાળી જમીનની બાજુમાં આવેલી ગ્રામ પંચાયતના ખાતા નં. ૪૬૦ થી ચાલતાં ગૌચર સર્વે નં. ૧૮૪, ૬૯૬, ૬૯૮, ૬૯૯માં મસમોટું દબાણ કરેલ છે. જે કરનાળા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા તા. ૧૧-૭-૮૯ના રોજ બનાવેલી દબાણ સીટમાં અનુક્રમ નં. ૨, ૨૭, ૨૮ અને ૨૯ ઉપર દર્શાવેલ છે તેવું ઓનરેકર્ડ  બોલે છે.
આ બાબતે ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તા. ૨૫-૯-૧૯ના રોજ આધારપુરાવા સાથે ફરિયાદો કરવામાં આવતાં  જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ દૂર ના થાય તો સરપંચ વિરુધ્ધ પંચાયત ધારાની કલમ ૫૭ (૧) હેઠળ જરૂરી પગલાં ભરવા અંગેની વિધિસરની દરખાસ્ત મોકલી આપવાનો આદેશ કર્યો હતો. આ આદેશને તા. ૧૯-૧૨-૨૦૧૯ના રોજ ૧૫ દિવસ પૂર્ણ થવા છતાં ટીડીઓ દ્વારા આ આદેશની પણ ધરાર અવગણના કરવામાં આવતાં આખરે અરજદાર દ્વારા તા. ૨૦-૧૨-૨૦૧૯ના રોજ આ બાબતે પુનઃ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કલેકટરશ્રી, વિકાસ કમિશ્નરશ્રી અને પંચાયત મંત્રીને લેખિત ફરિયાદ કરી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ હવે ગૌચરની જમીન પરના દબાણદાર સરપંચ તાત્કાલિક અસરથી સરપંચના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરી ૩૧ વર્ષથી તેમની ચુંગાલમાં રહેલી ગૌચરની જમીન મુક્ત કરાવી વર્ષોથી આ જમીન ઉપરથી મેળવેલી ઉપજ પેટે લાખો રૂપિયાનો દંડ વસુલવાનો આદેશ કરી ગૌચરની જમીનો પરના અન્ય દબાણદારોને પણ સખ્ત નશ્યત થાય તેવો દાખલો બેસાડવાની જરૂર છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.