પત્નીના મોતના સમાચાર મળ્તા જ પતિએ હોસ્પિટલથી 100 મીટર દૂર હાઈવે પર પહોંચીને ઝેર પી લીધું હતું. તેણે મામાને વોટ્સએપ કરતા લખ્યું કે, પરેશાન ના થતા, હું હાઈવે પર છું. પરિવારજનો જ્યારે ત્યાં પહોંચ્યા, ત્યારે તે ગંભીર હાલતમાં હતો, સાવાર દરમિયાન તેણે પણ શ્વાસ છોડી દીધા. એક દિવસ પહેલા તેની પત્નીનું ઝેર પીવાના કારણે મોત થયું હતું.
સીહોર રહેવાસી 26 વર્ષીય સુરેન્દ્ર દાંગી સોના-ચાંદીના વેપારીને ત્યા નોકરી કરતો હતો ગાંધીનગર પોલીસે પ્રમાણે, તે સૂરજ નગરમાં 22 વર્ષીય પત્ની નીતા દાંગી સાથે ભાડે રહેતો હતો. બે દિવસ પહેલા નીતાએ ઝેર ખાઈ લીધું હતું. સુરેન્દ્રએ તેને ગાંધીનગર પોલીસ સ્ટેશન પાસે સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. રવિવારે સવારે 6 વાગ્યે ડોક્ટરે સુરેન્દ્રને જણાવ્યું કે, નીતાનું મોત થઈ ગયું છે. તેણે મામાને વોટ્સએપ પર મેસેજ કર્યો. તેમાં તેણે લખ્યું કે, તે હોસ્પિટલથી થોડા અંતરે હાઈવે પર બેઠો છું. પરિવારજનો જ્યારે તેને શોધતા-શોધતા ત્યાં પહોંચ્યા તો તે ત્યાં તડપી રહ્યો હતો. સારવાર દરમિયાન સોમવારે સવારે સાડા પાંચ વાગ્યે ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.
સુરેન્દ્રએ નીતા સાથે 10 મહિના પહેલા લવ મેરેજ કર્યો હતા. બન્ને આસપાસના ગામના અને એક જ સમાજના હતા. એટલા માટે પરિવારજનોને પણ તેનાથી કોઈ વાંદો નહોતો. નીતા ડાયલ-100માં જોબ કરતી હતી. બે દિવસ પહેલા ડ્યૂટી પર જતી વખતે નીતાએ ઝેર ખાઈ લીધું હતું. નીતાએ મૃત્યુ પહેલા આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે બસ એમ જ ઝેર ખાઈ લીધું હતું. તેમાં કોઈ વ્યક્તિની ભૂલ નથી. તેના પર કોઈ પ્રકારનું દબાણ નહોતું. નીતાનું રવિવાર સવારે લગભગ 6 વાગ્યે મોત થયું હતું.