મોડાસાના ખંભીસરમાં દલિત યુવકે વરઘોડો કાઢતાં સ્થિતી વણસી : પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

મોડાસા : મોડાસાના ખંભીસર ગામમાં દલિત યુવકનો વરઘોડો નીકળ્યો હતો તે વખતે ભજનમંડળીએ રસ્તામાં જ ભજન ગાઇને અવરોધ સર્જ્યો હતો.બંન્ને જૂથો સામસામે આવી જતાં બબાલ મચી હતી. સ્થિતી એટલી હદે વણસી હતીકે, બંન્ને જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસના વાહનોને ય નિશાન બનાવાયા હતાં. ખુદ જીલ્લા પોલીસ વડાને પથ્થર વાગતાં હાથે ઇજા થઇ હતી. જોકે, સ્થિતીને કાબૂમાં લેવા પોલીસ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
 
ગઇકાલે પ્રાંતિજમાં એક દલિતે પોલીસ બંદોબસ્ત વચ્ચે લગ્ન યોજવાની ફરજ પડી હતી. આ ઘટનાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં આજે ખંભીસરમાં ય દલિત યુવક જયેશ ડાહ્યાભાઇના લગ્ન હોઇ વરઘોડો પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો હતો. વરઘોડો જયારે નીકળ્યો ત્યારે કેટલાંક લોકો ભજનમંડળીને સામે બાજુએ નીકળ્યાં હતાં અને રસ્તામાં જ ભજન-યજ્ઞા શરુ કર્યો હતો જેથી પરિસ્થિતી તંગ બની હતી. એક તરફ, દલિતો વરઘોડો આગળ લઇ જવા મકક્મ હતાં ત્યારે બીજી તરફ,ભજન મંડળી ય ગામની સુખ-શાંતી માટે ભજન કરતાં હોવાનુ જણાવી રસ્તે બેસી રહ્યા હતાં. પોલીસ અધિકારીઓ બંન્ને પક્ષોને સમજાવવા ઘણાં પ્રયાસો કર્યા પણ તે નિષ્ફળ રહ્યા હતાં. રાત્રે સાતેક વાગ્યાના સુમારે બંન્ને જૂથોએ અચાનક સામસામે પથ્થરમારો કર્યો હતો જેથી ગામમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસના વાહનોના કાચ સુધ્ધાં ફુટયાં હતાં. પોલીસમેનો સહિત છ-સાત જણાંને પથ્થરને લીધે ઇજા થઇ હતી. આ ઘટનાને પગલે મોડી રાત્રે પોલીસે અટકાયતનો દોર શરુ કર્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.