ભાભરમાં ભાઈએ અને ભત્રીજાઓએ મળીને ભાઈની ધાતકી હત્યા કરી

ભાભર તાલુકાના બરવાળા ગામે વારંવાર ખોટી ફરિયાદ ની અદાવત રાખી ઘરમાં સૂઈ રહેલ જીવાભાઈ વાહજીભાઈ પરમાર ઉ.વ.આ.૩૭,રહે. બરવાળા,તા. ભાભર,તેનો ભાઈ અને બે ભત્રીજાઓ , નરસીભાઇ વાહજીભાઈ પરમાર, અને જગદીશ નરશીભાઈ પરમાર, તથા રણજીત નરશી પરમાર, ના ઓ રાત્રે 11 કલાકે  હથિયાર સાથે ઘરમાં ઘૂસીને ખાટલામાં સુઈ રહેલ જીવાભાઈ પરમાર ને છરી અને ટોમી વડે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચતા  તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘરમાં લોહી ના રેલા નિકળ્યા હતા. જ્યારે બચાવવા વચ્ચે પડેલ મૃતક ની પત્ની ગીતાબેન જીવાભાઈ પરમાર અને તેમનો નાનો પુત્ર પણ ઘાયલ થયેલ છે. માતા,પુત્ર બન્ને ઘાયલોને વધુ સારવાર અર્થે પાલનપુર રિફર કરી   પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ભાભર પોલીસ ને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી  પોલીસે આરોપીઓ પિતા અને બે પુત્ર નરશી વહજી પરમાર.  જગદીશ નરશી પરમાર  રણજીત નરશી પરમાર રહે બરવાળા વાળા  સામે કલમ 307 અને ૩૦૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.    એક આરોપી નરશીભાઈ પરમારને ઘરેથી ઝડપી લઇ ભાભર પોલીસ મથકના કસ્ટડીમાં મુકીને મૃતક ના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે  બનાવને પગલે ભાભર પંથકમાં ચકચાર મચી છે. બંને ઘાયલ માતા-પુત્રને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. મૃતકને બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી છે. ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.