4 વર્ષની સાન્વીને કોચે ચેસ ટ્રેનિંગની પાડી હતી ના, મા-બાપે કોમ્પ્યુટર પર પ્રેક્ટિસ કરાવી, નેશનલ મેડલ કર્યો પોતાના નામે

હીં માત્ર ચાર વર્ષની બાળકી સાન્વીએ પોતાની કળાથી તેના માતા-પિતા અને શહેરને ગૌરવ અપાવ્યું છે. સાન્વીએ માત્ર ચાર વર્ષની ઉંમરે જ ચેસ ચેમ્પિયનશિપમાં બીજો ક્રમ મેળવી લીધો છે. સાન્વીનો આ પ્રથમ નેશનલ મેડલ છે. તેણે 32મી નેશનલ U-7 ઓપન ચેમ્પિયનશીપમાં પહેલીવાર મેડલ મેળવ્યો છે.
 
સાન્વીએ ટૂર્નામેન્ટમાં U-5 શ્રેણીમાં ચાર અંક સાથે બીજો ક્રમ મેળવ્યો છે. પાંચ અંક સાથે શશિનિ પૂવીએ પહેલું સ્થાન મેળવ્યું છે. હવે સાન્વી એશિયાઈ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં પણ રમશે. મીડિયા સાથે વાતચીત દરમિયાન સાન્વીએ જણાવ્યું કે, મારા માતા-પિતાએ મને રમતાં શીખવ્યું અને મેં કોમ્પ્યુટર ઉપર તેની વધારે પ્રેક્ટિસ કરી. સમય સાથે મેં તેમાં દરેક લેવલ રમતા શીખી લીધાં અને પછી મારી જીત થવા લાગી.
 
સાન્વી સેક્ટર-46માં આવેલી સેન્ટ સ્ટીફન્સ સ્કૂલમાં કેજીની વિદ્યાર્થિની છે. સાન્વીના માતા-પિતા પણ ચેસના એક્સપર્ટ છે. સાન્વીની માતા દિવ્યા સ્ટેટ લેવલ ખેલાડી રહી ચૂકી છે. ઘરમાં રોજ પતિ-પત્ની ચેસ રમે છે અને તેમને જોઈને સાન્વીને પણ આ રમતમાં ખૂબ રસ પડ્યો છે. માતા-પિતા જ્યારે રોજ પહેલાં ચેસ રમતા ત્યારે તેઓ સાન્વીને તેમની જોડે બેસાડતા હતા અને જ્યારે સાન્વીને રસ પડવા લાગ્યો ત્યારે તેમણે સાન્વીને પણ એક-એક લેવલ શીખવવાનું શરૂ કર્યું હતું.
 
માતા-પિતાએ જ્યાપે બાળકીને ચેસની એડ્વાન્સ ટ્રેનિંગ માટે કોચ પાસે મોકલી ત્યારે તેની ઉંમર ચાર વર્ષની હતી. તેથી કોચે પહેલાં તો તેને ટ્રેનિંગ આપવાની ના પાડી દીધી હતી. પરંતુ જ્યારે હવે સાન્વીએ નેશનલ મેડલ જીતી લીધો છે ત્યારે કોચ પણ તેની ક્ષમતાને માની ગયા છે. નોંધનીય છે કે, સાન્વી વર્ષ 2019માં થનારી એશિયન ગેમ્સમાં અંડર-6 એજ ગ્રુપમાં ભાગ લેવાની છે. સાન્વી સેક્ટર-35 ચેસમંત્રામાં ટ્રેઇની છે અને હાલ ફિડે આબ્રિટર નીતિન રાઠોડ પાસેથી ટ્રેનિંગ લઈ રહી છે. તેમના મત પ્રમાણે સાન્વી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઘણી સક્ષમ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.