પ્રેમિકા સાથે ભાગી ગયેલ યુવકે પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર

બનાસકાંઠાના દિયોદર તાલુકાના વખા ગામનો દશરથભાઈ ધારસિંહભાઈ પરમાર નામનો યુવક ત્રણ માસ અગાઉ વડિયા ગામની યુવતીને ભગાડી ગયો હતો. જોકે આ મામલે દિયોદર પોલિસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે બે દિવસ આગાઉ આ પ્રેમીયુગલને ઝડપી લઇ યુવતીને પરિવારજનોના હવાલે કરી યુવક વિરુદ્ધ  કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન, ગત રોજ આ લઘુશંકાના બહાને જેલમાંથી બહાર નીકળેલા આ યુવકે પોતાના હાથ પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી.આ યુવકને દિયોદર ખાતે પ્રાથમિક સારવાર અર્થે અપાવ્યા બાદ પોલીસ જાપતા સાથે વધુ સારવાર અર્થે ડીસાની  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.હાલ આ યુવક સારવાર હેઠળ છે અને હાલ તેની હાલત સ્થિર હોવાનું ફરજ પરના તબીબે  જણાવ્યું છે. જોકે હાલ પોલિસ જાપ્તા હેઠળ આ યુવકની સઘન સારવાર કરાઇ રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.