વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી આ 3 મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 72મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પાંચ વર્ષની પોતાની સરકાનું રિપોર્ટ કાર્ડ રજુ કર્યું હતું. તો સાથે જ તેમણે કેટલીક મોટી જાહેરાત પણ કરી હતી. વડાપ્રધાને હેલ્થ, આંતરીક અને મહિલાઓ સાથે સંબંધીત છે. તેમાં સૌથી મોટી હેલ્થ કેયર સ્કીમ ‘આયુષ્યમાન ભારત’ અંતરિક્ષ માટે ભારતની ભવિષ્યની યોજનાઓ અને સેનામાં મહિલાઓની એંટ્રીની વાત કરવામાં આવી.
 
વડાપ્રધાને જણાવ્યું હતું કે, 2022 સુધી કોઈ ભારતીય અવકાશમાં જશે. તેનાથી ભારત અવકાશમાં માનવીને મોકલનાર ચોથો દેશ બનશે. લાલ કિલ્લા પરથી મોદીએ કહ્યું છે કે, હું આજે દેશવાસીઓને એક ખુશખબર સંભળાવવા માંગુ છું. 2022માં જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ પુરા થશે ત્યારે કે તે પહેલા માં ભારતીનો કોઈ સંતાન, તે પછી દિકરો હોય કે દિકરી, અવકાશમાં જશે. તેના હાથમાં તિરંગો હશે. સાથે જ ભારત માનવીને અવકાશમાં પહોંચાડનારો દુનિયાનો ચોથો દેશ બની જશે.
 
આયુષ્યમાન ભારત યોજના દેશભરમાં 25 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવશે. લાલ કિલ્લા પરથી બોલતા વડાપ્રધાને કહ્યું છે કે, પંડીત દીન દયાળની જ્યંતિ પર ‘પ્રધાનમંત્રી જન આયોગ્ય યોજના’ શરૂ કરવામાં આવશે. આ યોજનાથી ગરીબોને સારી અને સસ્તી હેલ્થકેર સુવિધા મળશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, તેની ટેસ્ટીંગ ચાલુ છે. આ યોજનાનો લાભ ઉઠાવનારા ગરીબ દર્દીઓનો વીમો પણ કરાવવામાં આવશે અને કેશલેસ સારવાર કરવામાં આવશે. પહેલા પોતાના ખર્ચે સારવાર કરાવી સરકાર પાસેથી પાંચ લાખ સુધીની રકમ પરત મેળવવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.
 
વડાપ્રધાને સ્વતંત્રતા દિવસ પર મહિલાઓને ભેટ આપી છે. તેમણે સેનામાં મહિલા અધિકારીઓને પણ સ્થાઈ કમિશન આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, હવે ભારતીય સશસ્ત્ર સેનામાં શોર્ટ સર્વિસ કમિશનના માધ્યમથી નિમવામાં આવેલી મહિલાઓને પુરૂષની સમકક્ષ અધિકારીઓની માફક જ પરીક્ષા આપી સ્થાઈ રોજગાર મળી શકશે. તેમણે ઉમેર્યુ હતું કે, મહિલાઓ શાળાથી લઈને સેના સુધી ખભે ખભો મેળવીને આગળ વધી રહી છે. સુપ્રીમ કોર્ટમાં પણ ઈતિહાસમાં પહેલીવાર ત્રણ મહિલા ન્યાયાધીશ છે.
 
આ સિવાય વડાપ્રધાને જમ્મૂ-કાશ્મીરને લઈને એક મહત્વની જાહેરાત કરી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ત્યાં લાંબા સમયથી ટાળવામાં આવી રહેલા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી ટૂંક સમયમાં જ કરાવવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.