ડીસા પુરવઠા મામલતદાર કચેરીનો અંધેર વહીવટ

 
 
 
 
                                                રાજ્ય સરકારના ‘ગતિશિલ ગુજરાત’ના દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસાની પુરવઠા મામલતદાર કચેરી ગુરૂવારે બંધ રહેતા દુર દુરના ગામડાઓમાંથી રેશનકાર્ડના કામ અર્થે આવેલા હજારો અરજદારો રઝળી પડ્યા હતા. રાજ્ય સરકાર ગતિશિલ ગુજરાતમાં સરકારી કચેરીઓમાં પ્રજાભિમુખ અને પારદર્શી વહીવટ થતો હોવાના દાવા કરે છે પરંતુ ડીસા પુરવઠા મામલતદાર કચેરીમાં ‘ઉલટી ગંગા’ વહી રહી છે. સામાન્ય રીતે રેશનકાર્ડ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ ધરાવે છે. જેમના રેશન કાર્ડના કામો પુરવઠા કચેરી દ્વારા તરત કરવાના થાય છે તેમ છતાં ડીસા પુરવઠા મામલતદારે મનમાની દાખવી અઠવાડીઆમાં માત્ર સોમ અને ગુરૂવારે જ રેશકાર્ડની કામગીરી કરવાનો ફતવો બહાર પાડ્યો છે અને બોર્ડ પણ લટકાવ્યું છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.