રોહિત શર્મા એક વર્ષમાં સૌથી વધુ ટી-20 જીતનાર કેપ્ટન રહ્યો
ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માએ વર્તમાનમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.જેમાં કેલેન્ડર વર્ષમાં ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા સૌથી વધુ ટી20 મેચ જીતનાર ખેલાડી બની ગયો છે.ત્યારે આ બાબતે તેણે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ પાછળ રાખી દીધો છે.આમ રોહીતે આ વર્ષે 28 ટી-20 મેચોમાંથી 21 ટી-20 મેચોમાં જીત હાંસલ કરી છે જ્યારે અન્ય 7 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.