ભારતે ભૂતાનને 50 હજાર કોવિડ-19 RT-PCR ટેસ્ટ કિટ મોકલી

राष्ट्रीय समाचार

કોરોનાની વૈશ્વિક મહામારી સામેના જંગમાં ભારત પોતાના પાડોશી તેમજ મિત્રદેશો સાથે ખભેખભા મિલાવીને તેમની પડખે ઊભું રહ્યું છે અને તેમને તમામ શક્ય મદદ પણ કરી રહ્યું છે.ત્યારે પાડોશી દેશ ભૂતાનમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે.જેના કારણે ત્યાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.આ પરિસ્થિતિને જોતાં ભારતે એકવાર ફરી ભૂતાનની સહાય કરી છે અને ત્યાંની સરકારને મેડિકલ સપ્લાયનો વધુ એક ખેપ મોકલાવ્યો છે.

ભૂતાન સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે માર્ચ 2020થી ભૂતાનને મોકલવામાં આવેલી મેડિકલ સપ્લાયની આ 10 મો ખેપ છે. જેમાં 50 હજાર કોવિડ-19 RTPCR ટેસ્ટ કિટ છે.આ ખેપને આજે ત્યાંના ફુન્શોલિંગ શહેરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ પ્રશાંત દાસે ભૂતાનની સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ પાંડુપ ટીશરિંગને સોંપી દીધો છે.આમ ઉલ્લેખનીય છે કે માર્ચ 2020થી લઈને અત્યારસુધીમાં ભારત સરકાર તરફથી મોકલવામાં આવેલા મેડિકલ સપ્લાયના 10 ખેપોમાં જરૂરી દવાઓ (પેરાસિટામોલ,સિત્રાજિન,હાઇડ્રોક્સીક્લોરોક્વીન) અને મેડિકલ ઉપકરણો (પી.પી.ઈ કિટ, એન-95 માસ્ક્સ,આરટી-પીસીઆર પરીક્ષણ કિટ,પોર્ટેબલ ડિજિટલ એક્સ-રે મશીનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ભારત કોવિડ-19 વેક્સિનના ઉમેદવારો માટેના ત્રીજા તબક્કાના પરીક્ષણોમાં પણ ભૂતાનની મદદ કરી રહ્યું છે.

આમ કોવિડ-19 મહામારી સામે આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા માટે ભારત ભૂતાનને દરેક શક્ય મદદ કરી રહ્યું છે.આ સંબંધે ભૂતાનમાં ભારતના રાજદૂત રૂચિરા કાંબોજે કહ્યું હતું કે ભૂતાન હંમેશાં ભારતનું એક વિશ્વસનીય ભાગીદાર અને મિત્ર રહ્યું છે.કોઈપણ વિષમ પરિસ્થિતિમાં ભારત ભૂતાનની સાથે કદમથી કદમ મેળવીને ચાલવા માટે તૈયાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.